જાણો, કોર્ટમાં આરોપી સામેના કેસમાં કરવામાં આવતી કાર્યવાહી વિશે

સુનાવણી વખતે શું વકીલની મદદ લઈ શકાય છે ? ગરીબ અને નિ:સહાય વ્યક્તિને ન્યાય કેવી રીતે મળશે ? કોર્ટમાં સુનાવણી દરમ્યાન કઈ પ્રક્રિયા અપનાવવામાં આવે છે?

જાણો, કોર્ટમાં આરોપી સામેના કેસમાં કરવામાં આવતી કાર્યવાહી વિશે

પ્રશ્ન : સુનાવણી વખતે શું વકીલની મદદ લઈ શકાય છે ?
જવાબ : હા, વકીલની મદદ તરત લઈ શકાય છે.

પ્રશ્ન : ગરીબ અને નિ:સહાય વ્યક્તિને ન્યાય કેવી રીતે મળશે ?
જવાબ : આવી વ્યક્તિઓને મફત કાનૂની મદદ આપવા માટે વ્યવસ્થા છે જેને કાનૂની સહાયતા કહે છે. આમાં કોર્ટ દ્વારા જ વકીલ નિયુક્ત કરવામાં આવે છે. આરોપીએ કોર્ટ અથવા વકીલનો કોઈ ખર્ચ આપવો પડતો નથી અને કેસ સરકારી ખર્ચે લડવામાં આવે છે.

પ્રશ્ન : કોર્ટમાં સુનાવણી દરમ્યાન કઈ પ્રક્રિયા અપનાવવામાં આવે છે ?
જવાબ : કોર્ટની ક્રમવાર પ્રક્રિયા આ પ્રકારે હોય છે :

  • સૌપ્રથમ પોલીસ દ્વારા તપાસના કાગળો સાથે આરોપનામું રજૂ કરવામાં આવે છે.
  • આરોપીને પોલીસ તપાસના કાગળો, આરોપનામાની નકલો આપવામાં આવે છે.
  • આરોપીને તેની સામેના ગુનાની સમજ આપી તેને ગુનો કબૂલ છે કે કેસ ચલાવવો છે તેમ પૂછવામાં આવે છે.
  • આરોપમાંથી આરોપી ગુનાની કબૂલાત કરે તો કાયદા મુજબ સજા-દંડ કરવામાં આવે છે.
  • આરોપી ગુનાની કબૂલાત ના કરે તો કેસની કાર્યવાહી આગળ ચાલે છે.
  • એ આરોપો નક્કી કર્યા પછી આરોપી પર કેસ ચલાવવામાં આવે છે.
  • અપરાધ સંબંધિત સાબિતી રજૂ કરવામાં આવે છે.
  • આરોપી પોતાના બચાવમાં પુરાવો રજૂ કરી શકે છે.
  • આરોપ, સાક્ષીની જુબાની, સુનાવણી અને વકીલોની દલીલ બાદ જો કોર્ટ કોઈ નિર્ણય પર પહોંચે કે ગુનો કરવામાં આવ્યો છે તો કોર્ટ સજા સંભળાવે છે જેમાં કાનૂનની કલમ મુજબ દંડ અથવા જેલ અથવા બંને થઈ શકે છે. જો કોર્ટને એમ લાગે કે આરોપી નિર્દોષ છે તો આરોપીને આરોપમાંથી મુક્ત કરીને નિર્દોષ જાહેર કરવામાં આવે છે