રત્ન કલાકાર સ્કૂલ ફી સહાય યોજના – સંપૂર્ણ માર્ગદર્શિકા

ગુજરાત સરકારે રત્ન કલાકારના બાળકો માટે શિક્ષણમાં સહાય માટે શરૂ કરેલી સ્કૂલ ફી સહાય યોજના વિષે સંપૂર્ણ માહિતી. કોણ લાભ લઈ શકે, કેવી રીતે અરજી કરવી, કઈ કાગળો જરૂરી છે – જાણો આ માર્ગદર્શિકામાં

Sep 26, 2025 - 11:57
Updated: 9 months ago
0 1.4k
રત્ન કલાકાર સ્કૂલ ફી સહાય યોજના – સંપૂર્ણ માર્ગદર્શિકા

યોજના પરિચય:

ગુજરાત રાજ્યના ઉદ્યોગ અને ખાણ વિભાગ દ્વારા જાહેર કરાયેલ "રત્ન કલાકાર સ્કૂલ ફી સહાય યોજના" હેઠળ હીરા ઉદ્યોગમાંથી વંચિત થયેલા રત્ન કલાકારોના બાળકો માટે શાળાની ફી માટે સહાય ઉપલબ્ધ છે. આ યોજના અંતર્ગત લાયકાત ધરાવતા કલાકારોને તેમના બાળકોની સ્કૂલ ફી માટે નાણાકીય સહાય આપવામાં આવે છે.


યોજના માટે પાત્રતા (Eligibility):

  1. અરજદાર રત્ન કલાકાર હોવો ફરજિયાત છે.

  2. 31 માર્ચ 2024 સુધી હીરા ઉદ્યોગમાંથી છૂટા થયેલા હોવા જોઈએ.

  3. અરજદારના પેસામાં ઓછામાં ઓછા 3 વર્ષનો અનુભવ હોવો જોઈએ.

  4. જે બાળક માટે ફી સહાય માંગવામાં આવે છે તે બાળક હાલમાં શાળામાં અભ્યાસ કરતું હોવું જોઈએ.


અરજી માટે જરૂરી દસ્તાવેજો:

  1. અરજદાર તથા બાળક/બાળકોના આધાર કાર્ડની નકલ.

  2. તાજેતરનો પાસપોર્ટ સાઈઝ ફોટો.

  3. રત્ન કલાકાર હોવાનો પ્રમાણપત્ર (જિલ્લા શ્રમ અધિકારી / રોજગાર કચેરી / ડાયમંડ એસોસિએશન).

  4. શાળાનું બોનાફાઇડ સર્ટિફિકેટ.

  5. સ્કૂલ દ્વારા જારી કરાયેલ ફી સર્ટિફિકેટ.

  6. શાળાના કેન્સલ ચેકની નકલ.

  7. ભલામણ પત્ર (જેમ કે સુરત ડાયમંડ એસોસિએશન તરફથી).

  8. એફિડેવિટ (નમૂનો નીચે આપેલ છે).


અરજી પ્રક્રિયા:

  1. અરજદાર પહેલા અરજી ફોર્મ ભરશે જેમાં પોતાની અને બાળકોની વિગતો ભરવી રહેશે.

  2. જરૂરી દસ્તાવેજો સાથે ફોર્મ જોડીને જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર ખાતે સબમિટ કરવાનું રહેશે.

  3. યોગ્ય તપાસ પછી સરકાર તરફથી સહાય મંજૂર કરવામાં આવશે અને સ્કૂલના બેંક ખાતામાં જ ફી ટ્રાન્સફર થશે.

એફિડેવિટ નમૂનો (Affidavit Sample):

એફિડેવિટ

હું/અમે (નામ) _________________________________________________ 
રહેતા _________________________________________________ 
હીરા ઉદ્યોગમાં છેલ્લા ત્રણ વર્ષથી કારખાનામાં કાર્યરત રહ્યો છું. 

હવે હમણાં રોજગારીમાંથી વંચિત છું અને શાળા ફી માટે સરકારશ્રીની રત્ન કલાકાર સ્કૂલ ફી સહાય યોજના હેઠળ સહાય મેળવવા માટે અરજી કરું છું.

હું એ પ્રમાણિત કરું છું કે મેં આપેલી તમામ માહિતી સાચી છે. જો કોઈપણ માહિતી ખોટી સાબિત થશે તો સરકારશ્રી મારી સામે નિયમ અનુસાર કાર્યવાહી કરી શકશે.

સ્થળ: ________________        તારીખ: ________________

અરજદારના હસ્તાક્ષર: __________________________

નોંધ: એફિડેવિટ નોટરી પાસેથી મંજુર કરાવવું ફરજિયાત છે.

સહાય સીધી સ્કૂલના ખાતામાં જમા થશે:

યોજનાની વિશેષતા એ છે કે મંજૂર થયેલી સહાયની રકમ સીધી શાળાના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે, જેથી સહાયનો યોગ્ય ઉપયોગ થાય.


વધુ માહિતી માટે સંપર્ક કરો:

તમારા જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર (DIC) અથવા સુરત ડાયમંડ એસોસિએશનના કાર્યાલયનો સંપર્ક કરો.


નોંધ:

આ યોજના વર્ષ 2025-26 માટે છે, તેથી અરજી જલ્દી કરો અને તમામ દસ્તાવેજો તૈયાર રાખો.

What's Your Reaction?

Like Like 10
Dislike Dislike 3
Love Love 2
Funny Funny 0
Wow Wow 0
Sad Sad 2
Angry Angry 2
Adv. Nitin Rathod

Founder – કાયદા કથા | Advocate & Legal Content Creator | Law Simplified in Gujarati

Comments (0)

User