આવો, એફ.આઈ.આર.(FIR) વિશે વિગતવાર જાણીએ
એફ.આઈ.આર.(FIR) વિશે વિગતવાર માહિતી

પ્રશ્ન : પ્રથમ માહિતી અહેવાલ શું છે ?
જવાબ : પ્રથમ માહિતી અહેવાલનો અર્થ છે કે તમે પોલીસને જઈને જાણ કરી કે કોઈ પોલીસ અધિકારનો ગુનો બન્યો છે. આ માહિતીના આધારે પોલીસ પોતાની કાર્યવાહી શરૂ કરે છે.
પ્રશ્ન : જો પોલીસવાળા રિપોર્ટ ન લે તો ?
જવાબ : ત્યારે પોલીસ અધિકારીને રિપોર્ટ ટપાલથી મોકલી શકાય છે.
પ્રશ્ન : શું એફ.આઈ.આર. કોઈ અન્ય વ્યક્તિને મોકલીને પણ દાખલ કરાવી શકાય છે ?
જવાબ : હા, આમ પણ થઈ શકે છે.
પ્રશ્ન : જો મામલો વધારે ગંભીર હોય તો તાત્કાલિક કાર્યવાહી માટે શું કરી શકાય છે ?
જવાબ : એસ.પી./ડી.એસ.પી. જેવા વરિષ્ઠ અધિકારીને તરત મળીને કાર્યવાહી માટે નિવેદન આપી શકાય છે.
પ્રશ્ન : જો પોલીસના ઉપરી અધિકારી પણ વાત ન સાંભળે તો શું કરી શકાય ?
જવાબ :
- ઘટનાની વિસ્તૃત જાણકારી લખીને મેજિસ્ટ્રેટને આપી શકાય છે. મેજિસ્ટ્રેટ તપાસ અધિકારીને કાર્યવાહીનો આદેશ આપશે. તે પોતે પણ તપાસ કરી શકે છે.
- પોલીસ અધિકારનો ન હોય તેવા ગુનાની બાબતોની તપાસનો અધિકાર પોલીસને નથી. હા, જો મેજિસ્ટ્રેટ આદેશ આપે તો પોલીસ અવશ્ય તપાસ કરે છે. સામાન્ય રીતે આ કાર્યવાહી ફોજદારી કાર્યવાહી સંહિતાની કલમ-૧૫૫ અનુસાર કરવામાં આવે છે.
- પોલીસ અધિકારનો ન હોય તેવા ગુનાએ એક રીતે અંગત વિવાદ છે જેને સામાન્ય જનતાને કોઈ લેવાદેવા નથી હોતી. જેમ કે બદનામ કરવું, ગર્ભવતી થવાથી નોકરી પરથી કાઢી મૂકવું, કોઈને સાદી ઈજા પહોંચાડવી, વગેરે.
- પોલીસ અધિકારનો ન હોય તેવા ગુનાની ફરિયાદ પણ મેજિસ્ટ્રેટ પાસે કરી શકાય છે.
પ્રશ્ન : અપરાધનો રિપોર્ટ કેવી રીતે લખાવવામાં આવે છે ?
જવાબ : રિપોર્ટ લેખિત પણ હોઈ શકે છે અને મૌખિક પણ બોલીને લખાવેલો રિપોર્ટ પોલીસ વાંચીને સંભળાવે છે. જો એવું લાગે કે રિપોર્ટ બરાબર નથી લખાયો તો તેને સુધારી લેવડાવવો. ખોટા લખાયેલા રિપોર્ટ પર સહી ન કરવી.
પ્રશ્ન : રિપોર્ટમાં શું શું જણાવવું જરૂરી છે ?
જવાબ :
- નામ, સરનામું, ગુનેગારનું નામ, સરનામું (જો ખબર હોય તો), તેનો દેખાવ, જે ગુનો થયો છે તેની જાણકારી અને ગુનો કેવી રીતે થયો અને ક્યાં થયો તેની પૂરી જાણકારી.
- જો ગુનો હત્યાનો હોય અથવા ઈજા પહોંચાડવાનો હોય તો તે હથિયાર અથવા ઓજાર અથવા વસ્તુનું નામ પણ લખાવી દેવું જોઈએ જેનાથી ઈજા પહોંચાડવામાં આવી હોય.
- જો ગુનો ચોરી, ધાડ, લૂંટ વગેરેનો હોય તો સામાન અથવા રૂપિયા-પૈસા લૂંટાયા કે ચોરાયા હોય તેની જાણકારી પણ લખાવી દેવી સારી સારી રહે છે.
- પોલીસ અધિકારનો હોય તેવા ગુનાનો રિપોર્ટ લખવો એ પોલીસનું કર્તવ્ય છે. લખનાર અધિકારી દ્વારા રિપોર્ટ ન લખવા પર તેને તેના વિભાગ તરફથી સજા પણ થઈ શકે छे.
- રિપોર્ટમાં ખાસ-ખાસ વાતો વિસ્તારથી લખાવી દેવાથી પોલીસ કાર્યવાહી આસાન થઈ જાય છે. પોલીસ અધિકારનો હોય તેવા ગુનાની તાત્કાલિક તપાસ કરવા પોલીસ બંધાયેલી છે અને કાર્યવાહી તરત જ ચાલુ થઈ જાય છે. તરત કાર્યવાહી શરૂ થવાથી ચોરાઈ ગયેલી કે લૂંટાઈ ગયેલી સંપત્તિ મળવાની સંભાવના વધુ રહે છે અને ગુનેગારને પકડવાનું કાર્ય પણ સહેલું થઈ જાય છે.
- તમારો હક છે કે રિપોર્ટ દાખલ કરાવ્યા પછી પોલીસવાળા તમને તમારી નકલ જરૂર આપે.
- આવા રિપોર્ટ લખાવતી વખતે કોઈ અન્ય વ્યક્તિને સાથે લઈ જવાની જરૂરત નથી. છતાં પણ તમને લાગે કે જેની વિરુદ્ધ રિપોર્ટ દાખલ કરાવવાનો છે તે વ્યક્તિ અથવા પોલીસ તમારી સાથે ગેરવર્તાવ કરે છે તેવી સંભાવના છે તો તમારી સાથે કોઈ ઓળખીતી વ્યક્તિને લઈ જવી.
પ્રશ્ન : રિપોર્ટ ક્યારે દાખલ કરાવવો ?
જવાબ : બનાવ પછી તરત જ. આ જરૂરી છે જેથી સાબિતી મળવાની અને આરોપીને પકડવામાં
સરળતા રહે.
પ્રશ્ન : જો એફ.આઈ.આર. લખાવવામાં મોડું થઈ જાય તો શું કરવું?
જવાબ : તો પણ રિપોર્ટ દાખલ કરાય છે, પરંતુ રિપોર્ટમાં મોડું થવાનું કારણ લખાવવું જરૂરી છે.
પ્રશ્ન : શું રિપોર્ટ દાખલ કરાવવામાં ખર્ચ પણ થાય છે ?
જવાબ : ના, આનો ખર્ચ સરકાર ઉઠાવે છે. જો પોલીસ સ્ટેશનમાં આના માટે કોઈ પૈસાની
માગણી કરે તો તેની ફરરયાદ ઉચ્ચ અધિકારીને કરી શકાય છે.
પ્રશ્ન : શું રિપોર્ટ કોઈ પણ પોલીસ સ્ટેશનમાં દાખલ કરાવી શકાય છે ?
જવાબ : ગુનાનો રિપોર્ટ બનાવના સ્થળથી પાસેના પોલીસ સ્ટેશનમાં જ દાખલ કરાવવો. જો પોલીસને એમ લાગે કે અપરાધનું સ્થળ કોઈ અન્ય પોલીસ સ્ટેશનની અંતર્ગત આવે છે તો પણ તેણે રિપોર્ટ દાખલ કરવો પડે છે અને તેને અન્ય યોગ્ય પોલીસ સ્ટેશનમાં મોકલી આપવો પડે છે.
આરોપીને અદાલત અને જેલ ભેગો કરવા માટે એફ.આઈ.આર. પહેલું પગથિયું છે. આના સિવાય
કેસ નહીં ચાલે.
એફ.આઈ.આર.માં આ ગુણ છે કે તે અન્ય સાબિતીઓ સાથે મળીને વધુ મજબૂત બને છે. બીજી બાજુ જે એફ.આઈ.આર. બીજી સાબિતીઓ સાથે મેળ ન ખાય તો બીજી સાબિતીઓ નબળી પડી જાય છે. અદાલત શંકા કરવા લાગે છે. મામલો બગડી જાય છે અને કેસ નિષ્ફળતામાં પરિણમે છે.