આર્થિક રીતે પછાત (EWS) હોવાનું પ્રમાણપત્ર અંગે સંપૂર્ણ માહિતી
આર્થિક રીતે પછાત (EWS) પ્રમાણપત્ર માટેના જરૂરી પુરવા આર્થિક રીતે પછાત (EWS) પ્રમાણપત્ર માટેની પ્રકિયા
જરૂરી પુરાવા
- વિધાર્થીનો ૧ ફોટો
- વિધાર્થીનું આધાર કાર્ડ
- વિધાર્થીનું શાળા છોડયાનું પ્રમાણપત્ર (અસલ)
- વિધાર્થીના પિતાનું આધારકાર્ડ
- અરજદારના પિતાનું એલ.સી.(અસલ)
- લાઈટબીલ/વેરાબિલ
- રેશનકાર્ડ
- આવકનો દાખલો (મામલતદારનો)
- અરજદારના પિતાનું સોગંધનામું
- બિન અનામતનો દાખલો
- છેલ્લા 3 વર્ષનું આઈ.ટી રીટર્ન
(દરેક પુરાવા જ્યાં નકલની જરૂર છે તેને નોટરીના સિક્કા મરાવવા)
EWS ના દાખલા માટેના આવેદનની પ્રક્રિયા :
- ડિજિટલ ગુજરાત પોર્ટલ પર જઈ ઓનલાઈન અપોઇનમેન્ટ લેવી. (જો આપના ઝોન કે જિલ્લામાં લાગુ પડે તો.)
- અપોઇનમેન્ટની રસીદ અને પુરાવાઓ લઈ પોતાના વિસ્તારને લગતી મામલતદારશ્રીની કચેરી તથા નાગરિક સુવિધા કેન્દ્ર પરથી આવકના દાખલા માટેનું કોર્મ (વિનામૂલ્યે) મેળવવું.
- ફોર્મ ભર્યા બાદ રૂ. ૩ ની કોર્ટ ફ્રી ટીકીટ ફોર્મ પર આગળના પાને ખાલી જગ્યા જોઈ લગાડવી, અને અન્ય બધા ડોક્યુમેન્ટની ઝેરોક્ષ ફોર્મ સાથે પીન કરવી.
- ફોર્મની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ પોતાના વિસ્તારને લગતી મામલતદારશ્રીની કચેરી અથવા નાગરિક સુવિધા કેન્દ્ર પર જઈ તમારા વિસ્તારના તલાટી ક્રમ મંત્રીશ્રી પાસે જઈ બધા ડોક્યુમેન્ટની ચકાસણી કરાવવી, જવાબ આપવો અને સહી સિક્કા કરાવવા. (તલાટી શ્રીને જરૂર જણાઈ તો પંચનામું કરવા સાક્ષીઓને રૂબરૂમાં બોલાવી શકે)
- તલાટી શ્રીના સહી સિક્કા કરાવ્યા બાદ EWSના દાખલા માટે ફોટો પડાવવાના સ્થળે જવું.
- EWSના દાખલા માટેના ફોટો પડાવવાના સ્થળે નજીવી ફી ચૂકવી ફોટો પડાવી રસીદ અચૂક મેળવવી.
- રસીદમાં EWSના દાખલા મેળવવાની તારીખ જોઈ જે-તે તારીખે તમારો EWSનો દાખલો મેળવી લેવો.
ખાસ નોંધ : ગુજરાત સરકારશ્રીના ઠરાવ મુજબ EWSના દાખલાની સમય-મર્યાદા ૩ વર્ષ(નાણાકીય વર્ષ)ની કરવામાં આવી છે. આથી યોગ્ય રીતે સાચવીને રાખવો.
આર્થિક રીતે પછાત (EWS) પ્રમાણપત્રનું ફોર્મ ડાઉનલોડ કરવા માટે અંહી ક્લિક કરો
What's Your Reaction?
Like
11
Dislike
3
Love
4
Funny
1
Wow
1
Sad
0
Angry
0
Comments (0)