જાણો, માનવ અધિકાર આયોગ વિશે

કસ્ટડીમાં અથવા જેલમાં મોત થઈ જાય તો તે અંગે માનવ આયોગે કઈ સૂચના આપેલ છે ? જો મૃત્યુની માહિતી આયોગને નહીં મોકલવામાં આવે તો ? મૃત્યુની માહિતી તુરંત આપવામાં આવે તે સુનિશ્ચિત કરવા અંગે આયોગ દ્વારા કઈ સૂચનાઓ આપેલ છે?

Sep 24, 2025 - 23:23
1 268
જાણો, માનવ અધિકાર આયોગ વિશે

માનવ અધિકાર આયોગ એક એવો આયોગ છે જે માનવીના મૂળ અધિકારોની રક્ષા કરે છે. જ્યાં ક્યાંય એવું જાણવામાં આવે કે પોલીસની વધારે પડતી બળજબરી અથવા અન્ય કોઈ કારણોથી મનુષ્યના મૂળ અધિકારોનું હનન થયું છે તો તે બાબત ગુનાની શ્રેણીમાં જ આવે છે. માનવ અધિકાર આયોગ સમક્ષ આવા બનાવોની ફરિયાદ કરી શકાય છે. આવી ફરિયાદોમાં આયોગ ન્યાયોચિત નિર્ણય લે છે.

પ્રશ્ન : કસ્ટડીમાં અથવા જેલમાં મોત થઈ જાય તો તે અંગે માનવ આયોગે કઈ સૂચના આપેલ છે ?
જવાબ : આવા બનાવની માહિતી ૨૪ કલાકમાં આયોગને મોકલાવવી જોઈએ.

પ્રશ્ન : જો મૃત્યુની માહિતી આયોગને નહીં મોકલવામાં આવે તો ?
જવાબ : એવું માનવામાં આવશે કે અધિકારી મૃત્યુ સાથે જોડાયેલ હકીકતો છુપાવી રહ્યો છે.

પ્રશ્ન : મૃત્યુની માહિતી તુરંત આપવામાં આવે તે સુનિશ્ચિત કરવા અંગે આયોગ દ્વારા કઈ સૂચનાઓ આપેલ છે ?
જવાબ : 

  • આયોગે રાજ્યોને એવી સૂચના આપેલ છે કે શબની તપાસણી વીડિયો ફિલ્મ ઉતારવી અને તે આયોગની રૂબરૂ રજૂ કરવી.
  • આયોગે એવી પણ સૂચના આપેલ છે કે દરેક રાજ્યના પોલીસ મુખ્ય મથકમાં માનવ અધિકાર સેલની સ્થાપના કરવી.
  • જો કોઈ કસ્ટડીમાં હિંસા થાય અગર કોઈ મૃત્યુનો બનાવ બને તો તે અંગેનો કેસ રાજ્યની વડી અદાલતમાં એક અરજી દ્વારા રજૂ કરી શકાય છે.

જો તમને એમ લાગે કે માનવ અધિકારોનું ઉલ્લંઘન કરતાં પોલીસે તમારા પર અત્યાચાર કર્યો છે તો તમારી ફરિયાદ નીચે જણાવેલ સરનામા પર નોંધાવો :
રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ, ફરીદકોટ હાઉસ કોપરનિકસ માર્ગ, નવી દિલ્હી– ૧૧૦૦૦૧.
ફોન નં. : ૦૧૧-૨૩૩૮૨૭૪૨, ફેક્સ : ૦૧૧-૨૩૩૮૪૮૬૩

તમે તમારી ફરિયાદ રાજ્યના માનવ અધિકાર આયોગ કાર્યાલયમાં પણ નીચેના સરનામે નોંધાવી શકો છો.
રાજ્ય માનવ અધિકાર આયોગ ગુજરાત રાજ્ય માનવ અધિકાર પંચ, સેક્ટર-૧૭, ગાંધીનગર

What's Your Reaction?

Like Like 3
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Wow Wow 0
Sad Sad 0
Angry Angry 0
Adv. Nitin Rathod

Founder – કાયદા કથા | Advocate & Legal Content Creator | Law Simplified in Gujarati

Comments (1)

User
Mahesh Bhai moah bhai hapaliya
Mahesh Bhai moah bhai hapaliya 5 months ago
ગુજરાત રાજ્ય ના રાજકોટ જિલ્લા કલેકટર સાહેબ શ્રી દ્વારા ખોટા ગુના દાખલ કરવા મા આવેલ તે અંગે એક સ્ટેમ્પ પેપર ઉપર બે અલગ અલગ દસ્તાવેજ કરવામાં આવેલ છે તે કામે મિલકત ઝુંટવી લેવા માટે ની કાયૅવાહી કરવા મા આવેલ છે