સુરત મહાનગરપાલિકા(SMC)માં કેવા પ્રકારની, ક્યાં અને કેવી રીતે ફરીયાદ કરી શકાય?
સુરત મહાનગરપાલિકામાં કેવા પ્રકારની ફરિયાદ કરી શકાય? સુરત મહાનગર પાલિકામાં ફરિયાદ કઈ કઈ રીતે કરી શકાય?

તમારી આસપાસ પણ સમસ્યા તો હશે જ. કચરાની સમસ્યા, રખડતા ઢોરની સમસ્યા, મચ્છરોની સમસ્યા, પાણીની સમસ્યા, વીજળીની સમસ્યા, સ્ટ્રીટ લાઈટની સમસ્યા વગેરે. પરંતુ શું તમે જાણો કે આ સમસ્યાઓ દૂર કરવા માટે તમે મહાનગરપાલિકાને ફરિયાદ પણ કરી શકો છો? તમારી એક ફરિયાદ સમસ્યાનું નિવારણ લાવી શકે છે? ચાલો જાણીએ આ પ્રકારની સમસ્યા માટે તમે ક્યાં, કોને, કેવી રીતે અને શું ફરિયાદ કરી શકો છો.
સુરત મહાનગરપાલિકામાં કેવા પ્રકારની ફરિયાદ કરી શકાય?
1. કચરો અને સફાઈ : તમારી આસપાસના વિસ્તારમાં કચરો ફેલાયેલો હોય અથવા ઉકરડા હોય તો તમે ફરિયાદ કરી શકો છો.
2. મચ્છર અને મચ્છર જન્ય રોગો : તમારા વિસ્તારમાં ગંદકીને કારણે મચ્છરો ફેલાઈ રહ્યા હોય તો ફરિયાદ કરી શકો છો.
૩. રસ્તા અને ફૂટપાથ : રોડ-રસ્તા તૂટી ગયા હોય અથવા પાકો રસ્તો હોય નહિ તો ફરિયાદ કરીશ હકાય.
4. પાણી પુરવઠો : મહાનગરપાલિકા દ્વારા આપવામાં આવતા પાણીની સુવિધામાં તકલીફ હોય, જેમ કે; પાણી ગંદુ આવતું હોય, આવતું ન હોય તો ફરિયાદ કરી શકાય.
5. ગટર અને વરસાદી ગટર : ગટર ઉભરાતી હોય, વરસાદી પાણીનો નિકાલ ન થઈ રહ્યો હોય તો ફરિયાદ કરી શકો છો.
6. સ્ટ્રીટ લાઈટ : રસ્તા અને શેરીની લાઈટ ખરાબ થઈ ગઈ હોય તો ફરિયાદ કરી શકાય.
7. મરેલા જાનવર : આસપાસના વિસ્તારમાં મરેલું જાનવર પડ્યું હોય તો તમે ફરિયાદ કરી શકો છો.
8. અનઅધિકૃત (ગેરકાયદેસર) બાંધકામ અને દબાણ : કોઈ સ્થળે ગેરકાયદેસર બાંધકામ થઈ રહ્યું હોય તો તમે ફરિયાદ કરી શકો છો.
9. જાહેર શૌચાલય (પબ્લિક ટોયલેટ) : જાહેર શૌચાલયને લાગતી કોઈપણ પ્રકારની સમસ્યા માટે તમે ફરિયાદ કરી શકો છો.
10. ફૂડ અને સેફટી એક્ટ : ફૂડને લગતી બાબતો જેમ કે; એક્સપાયરી ડેટવાળી વસ્તુ, અયોગ્ય ખાવાની ચીજવસ્તુઓ બાબતે ફરિયાદ કરી શકાય.
11. હોટલ અને દવાખાના : હોટલ અને દવાખાનાને લગતી ફરીયાદ કરી શકો છો
12. SMC કર્મચારી અંગે ફરિયાદ : મહાનગરપાલિકાના કર્મચારી દ્વારા કોઈ ખામી જણાય તો તમે ફરિયાદ કરી શકો છો.
13. મિલકત વેરો : મિલકત વેરાને લગતી કંઈ પણ ફરીયાદ કરી શકો છો.
14. ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન : કચરાને લાગતી સમસ્યા જેમ કે, કચરો લેવા આવતી ગાડી ન આવતી હોય, ગાડીમાં ક્ષમતા કરતા વધુ કચરો ભરાતો હોય તો ફરિયાદ કરી શકાય છે.
15. જાહેર બાગ-બગીચા : જનતા માટે મહાનગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલા બગીચાઓમાં કોઈ તકલીફ હોય જેમ કે, શૌચાલય, સ્વચ્છતા વગેરેને લાગતી તો ફરિયાદ કરી શકાય.
16. રખડતા જાનવર : તમારા વિસ્તારમાં રખડતા ઢોરનો ત્રાસ હોય તો ફરિયાદ કરીને તેને દૂર કરાવી શકો છો.
17. અન્ય કોઈ પ્રકારની SMCને લગતી કોઈ પણ ફરિયાદ તમે કરી શકો છો.
હવે પ્રશ્ન એ થાય કે આ બધી ફરિયાદ ક્યાં, કોને અને કેવી રીતે કરવી? તો એની માહિતી અહીં આપવામાં આવી છે. તમે નીચે આપેલ માહિતી મુજબ ઘણી બધી રીતે ફરિયાદ કરી શકો છો. સુરત મહાનગર પાલિકામાં ફરિયાદ કઈ કઈ રીતે કરી શકાય ?
1. 762 3838 000 ( તમે તમારી ફરિયાદ આ વોટ્સએપ ફરિયાદ નંબર પર કરી શકો છો.)
2. SMC મોબાઈલ એપ્લીકેશનથી ફરિયાદ કરી શકાય.
3. SMC ની વેબસાઈટ પરથી પણ ફરિયાદ કરી શકાય.
4. 0261-2451913 (SMC દ્વારા આપવામાં આવેલા આ હેલ્પલાઈન નંબર પરથી ફરિયાદ કરી શકાય.)
5. લેખિત અરજી દ્વારા અને
6. E:Mail દ્વારા પણ ફરિયાદ થઈ શકે છે.
E.Mail ID : commissioner@suratmunicipal.org
commissioner@suratmunicipal.gov.in