જાણો, બેંક ચાર્જ વસુલવા નેગેટિવ કે માઈનસ બેલેન્સ કરી શકે?
જો તમે લઘુત્તમ બેલેન્સ ન રાખો તો શું થઈ શકે? બેન્ક ચાર્જ કઈ રીતે વસૂલ કરશે?

ભારતમાં મોટાભાગની બેંકોમાં લઘુત્તમ બેલેન્સ જાળવવાનું કહેવામાં આવે છે. જેના માટે તેઓ એક નિશ્ચિત રકમ પણ રાખે છે. જો નિશ્ચિત રકમ મુજબ લઘુત્તમ બેલેન્સ જાળવવામાં ન આવે તો બેન્ક ચાર્જ વસૂલતી હોય છે. આ ચાર્જ દરેક બૅન્ક મુજબ અલગ અલગ હોય છે.
ભારતીય રિઝર્વ બેંક (RBI)ના નિયમો અનુસાર, બેંકો તમારા સેવિંગ એકાઉન્ટમાં ઓછામાં ઓછા પૈસા ન રાખવાના કારણે ચાર્જ લગાવીને તમારું ખાતું નેગેટિવમાં લઇ જઈ શકે નહિ. એટલે કે, જો તમે તમારા ખાતામાં ઓછામાં ઓછા પૈસા નહીં રાખો, તો પણ બેંક તેના કારણે ચાર્જ લગાવીને તમારા ખાતાનું બેલેન્સ નેગેટિવ નહીં બનાવી શકે. ઉપરાંત બૅન્કોએ કસ્ટમર્સને SMS, e-mail અથવા લેટર દ્વારા લઘુત્તમ બેલેન્સ ન રાખવા અંગે જાણ કરવી પડશે. પરંતુ એનો અર્થ એ પણ નથી કે ઓછામાં ઓછા પૈસા ન રાખવાના કોઈ પરિણામો નથી. ગાઇડલાઈન મુજબ નોટિસ આપ્યાના એક મહિનાની અંદર પણ જો કસ્ટમર દ્વારા એકાઉન્ટમાં લઘુત્તમ બેલેન્સ નહિ રાખવામાં આવે તો દંડ થઈ શકે છે.
જો તમે લઘુત્તમ બેલેન્સ ન રાખો તો શું થઈ શકે?
પેનલ્ટી ચાર્જ: બેંકો ઓછામાં ઓછા પૈસા ન રાખવાના કારણે દંડ લગાવી શકે છે. અલગ અલગ બેંકોમાં આ દંડની રકમ અલગ અલગ હોઈ છે. તે કદાચ તમારા ખાતામાં કેટલી રકમ ઓછી પડી છે તેના પર પણ આધાર રાખે છે.
લેવડ-દેવડ પર અંકુશ: બેંક તમારા ખાતામાંથી અમુક પ્રકારના નાણાંકીય વ્યવહાર, જેવા કે પૈસા ઉપાડવા, બંધ કરી શકે છે. આ રીતે બેંક તમને દબાણ કરી શકે છે કે જ્યાં સુધી ખાતામાં ઓછામાં ઓછા પૈસા ન આવી જાય ત્યાં સુધી પૈસા ન ઉપાડવા દે.
નિષ્ક્રિય ખાતાનો ચાર્જ (Dormancy Charges): જો ઘણા સમય સુધી તમારા ખાતામાં ઓછામાં ઓછા પૈસા ન રહે, તો બેંક તે ખાતાને 'નિષ્ક્રિય' ગણી શકે છે. બેંકો આવા નિષ્ક્રિય ખાતાઓ માટે અલગથી ચાર્જ લઈ શકે છે અને આવા ખાતાને ફરીથી ચાલુ કરવા માટે અલગથી કાર્યવાહી પણ કરવી પડી શકે છે.
આરબીઆઇના પરિપત્રમાં જણાવવામાં આવ્યું છે કે સેવિંગ બેન્ક એકાઉન્ટમાં લઘુત્તમ બેલેન્સ ન જાળવવા બદલ પેનલ્ટી વસૂલવાને બદલે બૅન્કોએ એ પ્રકારના એકાઉન્ટ પર આપવામાં આવતી સર્વિસને સેવિંગ બૅન્ક ડિપોઝિટ એકાઉન્ટ સુધી સીમિત કરવી જોઈએ અને તે એકાઉન્ટ બેલેન્સ પરત આવે ત્યારે નિયમિત સેવાઓ ફરીથી શરૂ કરવી જોઈએ.
બેન્ક ચાર્જ કઈ રીતે વસૂલ કરશે?
ધારો કે કોઈ વ્યક્તિના એકાઉન્ટમાં 2000 લઘુત્તમ બેલેન્સ ન રાખવાનો પેનલ્ટી ચાર્જ 5000 છે. પરંતુ તે વ્યક્તિ લઘુત્તમ બેલેન્સ મેઇન્ટન કરતો નથી. બાદમાં તે પોતાના એકાઉન્ટના 10000 જમાં કરાવે છે. તો લઘુત્તમ બેલેન્સ ન જાળવવા બદલ બૅન્ક પ્રથમ તેના એકાઉન્ટમાંથી 5000 પેનલ્ટી ચાર્જ વસૂલ કરશે. આથી કસ્ટમર માત્ર 5000 રૂપિયા જ ઍક્સેસ કરી શકશે.