RTI પ્રથમ અપીલ કેવી રીતે કરશો?

આર.ટી.આઇ.(RTI) પ્રથમ અપીલ કેવી રીતે લખશો?

RTI પ્રથમ અપીલ કેવી રીતે કરશો?

લોક્શાહીમાં ભારતનું ઘરેણું એટલે માહિતી અધિકાર. ખુબજ કિંમતી છે આ અધિકાર. જરુરી જ નથી કે આપને આરટીઆઇ એકટ નો અનુભવ હોઈ કે ના હોય. જરુરી નથી કે આપને લખતાં આવડે છે કે નથી આવડતું.

જેમ માહિતી માટે અરજી કરવાની હોય ત્યારે નિયત ફોર્મ માં અરજી કરવી ફરજીયાત નથી એ જ રીતે માહિતી ના મળે, અધુરી મળે, ખોટી મળે કે કોઈ જવાબ ના મળે, જવાબ મળે એ જવાબ ઉડાઉ હોય કે માહિતી અધિકારી આપ માહિતીના અરજદાર સાથે ઉદ્ધત વર્તન કરે તો પણ આપ પ્રથમ અપીલ કરી શકો છો. હા ભાઈ હા, જરૂરી નથી કે આપ કોઈ નિયત નમૂના પત્રમાં જ પ્રથમ અપીલ કરો.

જો કોઈ જવાબ ના મળે તો પ્રથમ અપીલ ક્યાં કરશો?

પ્રથમ અપીલ કેવી રીતે લખશો?

મિત્રો અહીં એક સીધી સાદી પ્રથમ અપીલ અરજી બાબત ક્રમ મુજબ મુદ્દા લખું છું એ પ્રમાણે આપ જે સરનામે માહિતી અધિકારીના સેવા સત્તા મંડળમાં,કચેરીમાં માહિતી માટે અરજી કરી હોય એ જ કચેરીમાં પ્રથમ અપીલ કરી શકો છો. માહિતી અધિકારીની કચેરી માં એમના અપિલ અઘિકારી નું નામ આખું સરનામું લખી જાહેર બોર્ડ દ્વારા જનતાને જાહેર જાણ કરવાની જવાબદારી જે તે કચેરીના ઉપરી અધિકારીની છે. 
આપ પ્રથમ અપીલ અધિકારી નું નામ આખું સરનામું ના જાણતા હોય તો મુઝાવાની જરૂર નથી.

આરટીઆઇ એકટ પ્રથમ અપીલ 

  1. પ્રથમ અપીલ કરનારનું નામ
  2. સરનામું
  3. માહિતી અધિકારીનું નામ
  4. માહિતી અધિકારીની કચેરીનું નામ અને સરનામું
  5. માહિતી માગ્યાની તારીખ
  6. ત્રીસ દિવસ પુરા થયા હતા તે તારીખ
  7. માગેલી માહિતીની શબ્દ:સ વિગત(આપ આપની માહિતીની અરજીની ઝેરોક્ષ નકલ અવશ્ય જોડજો. અને લખજો કે આ અરજી સાથે જોડાણ કર્યું છે.)
  8. પ્રથમ અપીલ કરવાના કારણ
  • ત્રીસ દિવસની અંદર માહિતી આપી નથી.
  • ત્રીસ દિવસની અંદર કોઈ જવાબ આપ્યો નથી.
  • માહિતીની અરજી બીજાં કોઈ વિભાગમાં તબદિલ કરી નથી.
  • માહિતીનો ચાર્જ જણાવ્યો નથી.
  • માહિતીનો ચાર્જ વસુલ કર્યાં પછી નિયત નમૂના ફોર્મમાં જે માહિતી આપી છે એનો ઉલ્લેખ કર્યો નથી.
  • આપેલી માહિતી અધુરી છે અને પ્રમાણીત કરેલા કાગળો થી (કરીને) આપી નથી.
  • જે કાગળો આપ્યાં છે એમાં પાન ક્રમાંક લખેલાં નથી.
  • માહિતી અધિકારી ખોટાં ધક્કા ખવડાવે છે, રેકર્ડ નિરિક્ષણ કરી માહિતી શોધી લો એવો જવાબ આપે કે જયારે બોલાવે ત્યારે બેસાડી રાખે છે.
  • માહીતી અધિકારીની કચેરી ખાતે માહિતી અધિકારી અને અપિલ અઘિકારીનું નામ, વિગતનું જાહેર બોર્ડ નથી.
  • માહીતી અધિકારી જુદી જુદી કોર્ટના નામ ચુકાદા નંબર લખી માહીતીનો ઇન્કાર કરી રહ્યા છે.
  • ત્રીજા પક્ષકારની માહિતી છે એવું કહી લખી ઇન્કાર કર્યો છે.
  • માહિતી અધિકારીએ ખરાબ ઇરાદાથી આપનું નામ, ફોન નંબર સંબંધિત લાભાર્થીઓ આપી આપની જીંદગી જોખમમાં મુકી છે.
  • માહિતી અરજી કર્યા પછી આપને ધમકી મળી રહી છે. 
  • પ્રથમ અપીલ અધિકારીનું નામ સરનામું જણાવ્યું નથી.
  • જો રેકર્ડ નિરિક્ષણ માટે બોલાવ્યા હોય, માહિતી બતાવી હોય અને તે સમયે રોજકામ કરી એ રોજકામ પત્રની નકલ આપને આપી ના હોય તો રેકર્ડ નિરિક્ષણ સમયે જે ઘટના બની હોય એ વિગતવાર લખવું.

      9. દાદ : વિનંતી. ન્યાયી માગણી .

  • પ્રથમ અપીલ નો નોંધ નંબર અને નોંધ તારીખ વળતી ટપાલ થી મોકલવા વિનંતી કરું છું.
  • માહિતી અધિકાર અધિનિયમ કાયદા મુજબ ન્યાયી નિર્ણય આપવાં પ્રાર્થના કરીએ છીએ.
  • અમોને મુદ્દાસર,પ્રમાણીત કરેલા કાગળો થી માહિતી આપવાં હુકમ કરશોજી.
  • પ્રથમ અપીલ સુનાવણી માટે બોલાવવા હોઈ તો નિયત સમય મર્યાદામાં અમારી પ્રથમ અપીલ ની સુનાવણી યોજાઇ અને અમોને ઝડપથી માહિતી મળે તે સુનિશ્ચિત કરવામાં આવે તેવી વિનંતી કરું છું.
  • અત્રે આ અપિલ અરજી સંબધી તમામ દસ્તાવેજ, હકીકત નોંધ લઈ આરટીઆઇ એકટ મુજબ હુકમ કરવામાં આવે તેવી વિનંતી કરું છું .
  • કાયદા અને નિયમો ન્યાયના હિતમાં આપ આપને યોગ્ય હુકમ કરશોજી.

આભાર

પ્રથમ અપીલ કરનારનું નામ.
સહી.
સરનામું.
તારીખ.

નોંધ: બિડાણ.

માહિતી માગ્યા થી અપિલ કર્યાં સુઘી જે પણ પત્ર વ્યવહાર, મળેલા કાગળ સામેલ કરવામાં આવ્યા છે.

પ્રથમ અપીલ અરજી રૂબરૂ યા સરકારી ટપાલ પોસ્ટ દ્વારા મોકલવી જમા કરાવવી