ABC/APAAR ID Card કેવી રીતે બનાવવું? તેની સંપૂર્ણ માહિતી જાણો
ABC ID કાર્ડ એટલે શું? ABC Card નું મહત્વ ABC ID Card કેવી રીતે બનાવવું? ABC ID ડાઉનલોડ કેવી રીતે કરવું?

ઘણા વિદ્યાર્થીઓને સવાલ થતો હોય છે કે આ એબીસી આઈડી કાર્ડ શું છે અથવા તો તેને ખબર છે પણ એબીસી કાર્ડ કેવી રીતે બનાવવું તે ખબર નથી. તેને યુનિવર્સિટી અથવા કોલેજમાંથી કહેવામાં આવે છે કે તમારે એબીસી કાર્ડ બનાવવાનું છે.
એબીસી કાર્ડ શું છે Academic bank of credit શું છે? એ કેવી રીતે કામ કરે છે અને એબીસી કાર્ડ કેવી રીતે બનાવવું તેના માટે જરૂરી દસ્તાવેજો તેની સંપૂર્ણ માહિતી તમને આ આર્ટિકલમાં જાણવા મળશે જેથી આ આર્ટીકલ છેલ્લે સુધી વાંચવા વિનંતી.
ABC ID Card – એબીસી આઈડી કાર્ડ એટલે શું?
એબીસી આઈડી કાર્ડ એટલે શું? એ આપણે સરળ ભાષામાં સમજીએ તો વ્યક્તિગત વિદ્યાર્થી દ્વારા તેમના સમગ્ર શિક્ષણ સમય દરમિયાન વિદ્યાર્થીઓ પરીક્ષાના પરિણામો જેવા આવશ્યક દસ્તાવેજોને સુરક્ષિત રીતે એક જગ્યાએ સેવ કરવામાં આવે છે. APAAR/ABC ID દ્વારા એકેડેમિક બેંક ઓફ ક્રેડિટ્સ (ABC) સાથે જોડાયેલ, તે નેશનલ એકેડેમિક ડિપોઝિટરી દ્વારા સંસ્થાઓ પાસેથી શૈક્ષણિક ક્રેડિટ મેળવે છે.
એટલે ભવિષ્યમાં વિદ્યાર્થીઓના શિક્ષણ માટે કોઈપણ ડેટા જોતા હોય તો સરળતાથી મળી શકે છે. અને આ એબીસી કાર્ડનો અભ્યાસ દરમિયાન ઘણી જગ્યાએ ઉપયોગ કરવામાં આવે છે.
ABC Card નું મહત્વ
- વિદ્યાર્થીઓના શૈક્ષણિક રેકોર્ડ ને ખોલવા બંધ કરવા અને ચેક કરવા માટે એબીસી કાર્ડનો ઉપયોગ થાય છે.
- આ અંતર્ગત વિદ્યાર્થીઓ જે કોર્સમાં એડમિશન લે ત્યારે જરૂરી છે.
- વિદ્યાર્થી દ્વારા મેળવેલ ક્રેડિટ 7 વર્ષ સુધી રીડિંગ કરી શકાય છે.
- એબીસી કાર્ડની મદદથી વિદ્યાર્થી કોઈપણ બીજા કોર્સમાં બીજા વર્ષમાં સીધા જ એડમિશન મેળવી શકે છે.
- કોલેજ કે યુનિવર્સિટી ની પરીક્ષા ના ફોર્મ ભરવામાં પણ એબીસી કાર્ડ જરૂરી હોય છે.
- વિદ્યાર્થીને એક યુનિવર્સિટીમાંથી બીજી યુનિવર્સિટીમાં એડમિશન મેળવવું હોય કે ટ્રાન્સફર કરવું હોય તોય આસાનીથી થઈ શકે છે.
ABC ID Card કેવી રીતે બનાવવું? – ABC ID માટે ઓનલાઇન રજિસ્ટ્રેશન કેવી રીતે કરવું?
- સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રોએ Academic bank of credit ની ઓફિસિયલ વેબસાઈટ ઉપર જવાનું રહેશે. https://www.abc.gov.in
- ત્યારબાદ તમને My Account નું એક ઓપ્શન ઉપર ક્લિક કરી ને Students પર કરવાનું રહેશે.
- પછી તમને નવા પેજમાં લઈ જવામાં આવશે તેમાં લોગીન કરવાનું હશે તમારે. જો તમે પહેલી વખત જ આઈડી બનાવો છો તો તમારે નીચે Sign Up બટન ઉપર ક્લિક કરવાનું રહેશે.
- જો તમારા લોકોનું હજી બીજી લોકલ એકાઉન્ટ નથી બનેલું તો તમારે Sign Up ઉપર ક્લિક કરવાનું રહેશે. જો બનેલું છે તો તમે Sign In બટન ઉપર ક્લિક કરી શકો છો.
- હવે તમારે અહીંયા તમારી બધી વિગતો પૂછવામાં આવશે નામ, સરનામું, મોબાઈલ નંબર, જન્મ તારીખ વગેરે. તે બધી વસ્તુ લખવાની રહેશે.
- ત્યારબાદ તમારે નીચે વેરીફાઈ નું ઓપ્શન જોવા મળશે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે.
- હવે તમારો આધાર કાર્ડ નંબર નાખવાનો રહેશે. ત્યારબાદ આધાર કાર્ડ નંબર સબમીટ કરી તમારા આધાર કાર્ડ સાથે જે પણ મોબાઈલ નંબર લીંક હશે તેના ઉપર ઓટીપી મોકલવામાં આવશે તે ઓટીપી અહીંયા નાખવાનું રહેશે
- અને પછી તમારું ઇમેલ આઇડી નાખવાનું રહેશે તેમાં પણ ઓટીપી આવશે તે પણ ઓટીપી અહિયાં તમારે સબમીટ કરવાનો રહેશે.
- ત્યારબાદ તમારે વિદ્યાર્થીઓના એડમિશન નું વર્ષ અને કઈ યુનિવર્સિટી છે તે બધી વિગતો પૂછવામાં આવશે. યોગ્ય વિગતો ભરીને તમારે સબમીટ બટન પર ક્લિક કરવાનું રહેશે.
- આટલું કર્યા પછી તમને તમારો ABC ID નંબર મળી જશે.
ABC ID ડાઉનલોડ કેવી રીતે કરવું?
- એબીસી આઈડી કાર્ડ ડાઉનલોડ કરવા માટે તમારે ડીજી લોકરની વેબસાઈટ ઉપર જવાનું રહેશે.
- ડાઉનલોડ કર્યા પહેલા તમારે તમારું એબીસી કાર્ડ ઇસ્યુ કરાવવાનું થશે.
- તેના માટે તમારે સર્ચ ડોક્યુમેન્ટ બટન ઉપર ક્લિક કરવાનું રહેશે અને તમને થોડીક માહિતી પૂછવામાં આવશે.
- હવે તમને એબીસી કાર્ડ ડોક્યુમેન્ટ લખેલું ઓપ્શન જોવા મળશે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે.
- ક્લિક કર્યા બાદ તમે હવે એબીસી કાર્ડ ની પ્રિન્ટ કાઢી શકો છો.
ABC-ID બનાવવા માટે ઓફિસિયલ વેબસાઇટ માટે અંહી ક્લિક કરો
Digi Locker ઓફિસિયલ વેબસાઇટ માટે અંહી ક્લિક કરો
Academic Bank of Credits (ABC) ઓફિસિયલ વેબસાઇટ માટે અંહી ક્લિક કરો