SIR ફોર્મ ઓનલાઈન કેવી રીતે ભરવુ?

SIR ફોર્મ ન મળ્યું હોય તો ઘરે બેઠા voters.eci.gov.in પર કેવી રીતે ઑનલાઈન ભરવું તેની સંપૂર્ણ સ્ટેપ-બાય-સ્ટેપ પ્રક્રિયા અહીં જાણો.

SIR ફોર્મ ઓનલાઈન કેવી રીતે ભરવુ?

જો SIR નું FORM કોઈપણ કારણસર મળ્યું ન હોય તો…ઘરેથી જ voters.eci.gov.in પર ઑનલાઈન ફોર્મ સહેલાઈથી ભરી શકાય છે. નીચે તેની સંપૂર્ણ સરળ અને સ્ટેપ - વાઈઝ પ્રક્રિયા આપેલ છે:
  
સ્ટેપ–વાઈઝ ઑનલાઈન પ્રક્રિયા

  1. તમારા મોબાઈલ અથવા કમ્પ્યુટરમાં Google Chrome ખુલ્લું કરીને voters.eci.gov.in સર્ચ કરવું.
  2. “Voters Registration - Election Commission of India” એવું બીજા નંબરનું ઓપ્શન દેખાશે - તેને OPEN કરવું.
  3. હવે Election Commission of India ની સત્તાવાર વેબસાઇટ ખુલશે. નીચે સ્ક્રોલ કરવાથી SERVICES વિભાગ દેખાશે.
  4. અહીં બે વિકલ્પો દેખાશે: ✔ Green Color → “Fill Enumeration Form” - પર ક્લિક કરવું.
  5. હવે Voter’s Service Portal નું પેજ ખુલશે.
  6. અહીં Sign-up કરો:
    - મોબાઈલ નંબર
    - ઇમેઇલ ID
    - Captcha ભરીને Sign-up કરવું.
  7. ત્યાર બાદ ફરી તમારો મોબાઈલ નંબર નાખશો → OTP આવશે → OTP નાખતાં જ Login થઈ જશો.
  8. Login થયા પછી હોમ પેજ પર જઈને ફરી Fill Enumeration Form પર ક્લિક કરવું.
  9. હવે “SIR 2026 – Online Form Submission by Elector” દેખાશે.
  10. અહીં State અને Voter ID Number નાખીને Search કરવું.
  11. તમારી સંપૂર્ણ વિગતો અહીં દેખાશે.
  12. હવે ફરી તમારો મોબાઈલ નંબર નાખવો → Send OTP → OTP નાખીને Verify કરવું.
  13. હવે “Select One Category” દેખાશે - જેમાં તમારી યોગ્ય કેટેગરી પસંદ કરવી.

2002ની મતદાર યાદી મુજબ વિગતો ભરવાની પ્રક્રિયા

  • હવે 2002ની યાદી મુજબ માહિતી ભરવાની રહેશે. (આ માહિતી તમે જાતે યાદીમાં શોધવાની રહેશે)
  • 2002ની યાદી ZIP File રૂપે Main Page પરથી ડાઉનલોડ થશે.
  • ZIP File → MyFiles માં જઈ Extract કરશો → ફાઇલ PDF માં ખુલશે.
  • 2002ની યાદીમાંથી યોગ્ય માહિતી ફોર્મમાં ભરી → Relation પસંદ કરો → Search કરો.
  • સંબંધીની માહિતી નીચે દેખાશે → તેના નીચેના Box માં Tick કરીને Continue કરો.
  • હવે ફોર્મ ખુલશે — જેમાં તમારી
    - જન્મતારીખ
    - આધાર નંબર
    - અન્ય જરૂરી વિગતો ભરવાની રહેશે.
  • તમારો 2 MB સુધીનો પાસપોર્ટ સાઇઝનો ફોટો Upload કરવો.
  • નીચે Submit પર ક્લિક કરવું.
  • Submit પછી Aadhaar Verification આવશે → આધાર નંબર નાખવો → Get OTP→ OTP નાખવો.
  • નીચે Terms & Conditions માં Tick કરવું.
  • છેલ્લે ફરી Submit કરી દેવું.

Acknowledgment
 
ફોર્મ સફળતાપૂર્વક સબમિટ થયા પછી તમને નીચેનો સંદેશ દેખાશે:
 “Your Enumeration Form has been submitted successfully.”