સમાધાનપાત્ર અને બિનસમાધાનપાત્ર ગુનાઓ
સમાધાન કોણ કરી શકે ? સમાધાનની કાનૂની અસર શું છે?

ફોજદારી કાર્યવાહી સંહિતા અનુસાર ત્રણ પ્રકારના ગુનાઓ હોય છે.
- સમાધાનલાયક ગુનાઓ.
- અદાલતની પરવાનગીથી સમાધાનલાયક ગુનાઓ.
- સમાધાન ન થઈ શકે તેવા ગુનાઓ.
ફોજદારી કાર્યવાહી સંહિતાની કલમ ૩૨૦માં સમાધાનલાયક ગુનાઓ અને અદાલતની પરવાનગીથી સમાધાન થઈ શકે તેવા ગુનાઓની યાદી આપવામાં આવે છે. તેમજ કલમ ૩૨૦ (૯) મુજબ આ કલમની જોગવાઈ સિવાયના કોઈ પણ ગુનામાં સમાધાન કરી શકાય નહીં.
પ્રશ્ન : સમાધાન કોણ કરી શકે ?
જવાબ
- જેના વિરુદ્ધ ગુનો થયો હોય.
- જો આવી વ્યક્તિ ૧૮ વર્ષથી ઓછી ઉંમરની હોય અથવા મંદબુદ્ધિવાળી હોય અથવા પાગલ હોય તો તેના પાલક અથવા સંરક્ષક અદાલતની પરવાનગીથી સમાધાન કરી શકે છે.
- જો સમાધાન કરી શકનાર ફરિયાદી મરી જાય તો તેના કાનૂની વારસદારો અદાલતની પરવાનગીથી સમાધાન કરી શકે છે.
- આરોપીને અગાઉ સજા થયેલ હોય તો તે કારણે સજા વધારવા માટે કે તેવા ગુના માટે અલગ સજાને લાયક હોય, તેવા સંજોગોમાં કોઈ પણ ગુનામાં સમાધાન કરી શકાશે નહીં.
સમાધાનની કાનૂની અસર
- સમાધાનનો સ્વીકાર થઈ ગયા પછી આરોપી એ આરોપથી મુક્ત અથવા છૂટી ગયેલો માનવામાં આવે છે જે તેણે સમાધાન કરવાવાળા વિરુદ્ધ કર્યો હોય