શું છે યુનિફોર્મ સિવિલ કોડ (UCC)? જાણો સંપૂર્ણ માહિતી

શું છે યુનિફોર્મ સિવિલ કોડ? જો UCC લાગુ થાય તો શું બદલાશે નહિ? ભારતમાં UCC અમલમાં કેમ નથી આવી શક્યો?

શું છે યુનિફોર્મ સિવિલ કોડ (UCC)? જાણો સંપૂર્ણ માહિતી

શું છે યુનિફોર્મ સિવિલ કોડ?
યુનિફોર્મ સિવિલ કોડ અંતર્ગત દેશના દરેક ધર્મ અને સમુદાયો માટે સમાન કાયદા બનાવવાની હિમાયત કરવામાં આવે છે. હાલમાં જે વિવિધ કાયદાઓ છે તે વિવિધ ધર્મના આધારે બિનઅસરકારક બની જાય છે. ટુંકમાં કહીએ તો આ કાયદાનો એ અર્થ છે કે દેશમાં તમામ ધર્મ અને સમુદાયો માટે કાયદો સમાન હશે અને તે સંસદ દ્વારા નક્કી કરવામાં આવશે.
તે જણાવે છે કે રાજ્યો આખા ભારતમાં નાગરિકો માટે આ કોડ સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરશે. કલમ 44 હેઠળ ભારતમાં આ કોડ લાગુ કરવાની માંગ કરવામાં આવી છે. આ કોડ પાછળનો તર્ક વસ્તીને નિયંત્રિત કરવાનો છે.

યુનિફોર્મ સિવિલ કોડ મુજબ :
દરેક ધર્મના લોકો માટે લગ્ન, છૂટાછેડા, દત્તક અને મિલકતમાં સૌ માટે એક જ નિયમ લાગુ કરવો. ઉપરાંત પરસ્પર સંબંધો અને પરિવારના સભ્યોના અધિકારોમાં સમાનતા આપવી. આ સિવાય કોઈ નાગરિકને ધર્મ, જાતિ કે પરંપરાના નામે કોઈ છૂટછાટ આપવી નહિ અને કોઈ ચોક્કસ ધર્મ માટે અલગથી કોઈ નિયમ પણ નહિ.

જો દેશમાં UCC લાગુ થાય તો શું થશે?
આ કોડ હેઠળ દરેક ધર્મ કે સમુદાય માટે લગ્ન, છૂટાછેડા, દત્તક, સંપત્તિ જેવી બાબતોમાં એક જ કાયદો લાગુ થશે. દા. ત. જે કાયદો હિન્દુ ધર્મ માટે હોય એ જ કાયદો અન્ય ધર્મો માટે પણ હશે. ઉપરાંત છૂટાછેડા ન આપવામાં આવે ત્યાં સુધી બીજા લગ્ન ન કરી શકાય. શરિયત પ્રમાણે મિલકતના ભાગ પણ નહિ પડે.

જો UCC લાગુ થાય તો શું બદલાશે નહિ?
આ કોડથી ધાર્મિક માન્યતાઓ કે રિવાજોમાં કોઈ બદલાવ નહિ આવે. ઉપરાંત લોકોના ખાનપાન, પૂજા, ડ્રેસિંગ વગેરે પર પણ કોઈ અસર નહીં થાય.

ભારતમાં UCC અમલમાં કેમ નથી આવી શક્યો?
આ કોડનો ઉલ્લેખ પહેલીવાર 1835માં એટલે કે બ્રિટીશકાળમાં થયો હતો. એ સમયે બ્રિટિશ સરકારના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે ગુનાઓ, પુરાવા, કરાર જેવા મુદ્દાઓ પર એક સમાન કાયદા લાગુ કરવાની જરૂર છે. ભારતીય બંધારણની કલમ નંબર 44 દરેક નાગરિક માટે સમાન કાયદાના અમલીકરણની વાત કરે છે. પરંતુ ભારતમાં વિવિધતા ધરાવતી સંસ્કૃતિ હોવાને કારણે કેટલીક વાર એક જ પરિવારના લોકો પણ અલગ અલગ રિવાજો પાળતા હોય છે. તેથી આજ સુધી આ કાયદો લાગુ કરવામાં આવ્યો નથી. તમને જણાવી દઈએ કે ભારતમાં શીખ, બૌદ્ધ, જૈન, ખ્રિસ્તી અને મુસ્લિમ વગેરે ધર્મના પોતાના અલગ કાયદાઓ છે. આવી સ્થિતિમાં UCC લાગુ કરવો એક પડકારજનક કાર્ય છે.

ભારતમાં માત્ર એક રાજ્યમાં UCC લાગુ છે!
ગોવા ભારતનું એકમાત્ર રાજ્ય છે જ્યાં UCC લાગુ છે. 

ગોવા ભારતનું એવું એક માત્ર રાજ્ય છે કે જ્યાં આ કાયદો લાગુ છે. આ રાજ્યને બંધારણમાં એક વિશેષ રાજ્યનો દરજ્જો આપવામાં આવ્યો છે. તેને ગોવા સિવિલ કોડ તરીકે ઓળખવામાં આવે છે. આ રાજ્યમાં દરેક ધર્મોના લોકો માટે એક જ ફેમિલી લૉ છે. આ કાયદા હેઠળ ગોવામાં કોઈ ટ્રીપલ તલાક આપી શકે નહિ અને નોંધણી વિના લગ્ન કાયદાકીય રીતે માન્ય રહેશે નહિ. સંપત્તિ પર પતિપત્ની બંનેનો એક સમાન અધિકાર છે. ઉપરાંત માતાપિતાએ પોતાના સંતાનોને ઓછામાં ઓછાં પોતાની અડધી મિલકતના માલિક બનાવવા પડશે, જેમાં દીકરીઓ પણ શામેલ છે. ગોવા રાજ્યમાં મુસ્લિમોને ચાર લગ્ન કરવાનો અધિકાર નથી અને હિન્દુઓને અમુક શરતો સાથે બે વખત લગ્ન કરવાની છૂટ છે.

કયા કયા દેશમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવામાં આવ્યો છે?
અમેરિકા, આયર્લેન્ડ, પાકિસ્તાન, બાંગ્લાદેશ, મલેશિયા, તુર્કી, ઈન્ડોનેશિયા, સુદાન, ઇજિપ્ત જેવા બીજા ઘણા દેશ છે જ્યાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવામાં આવ્યો છે. યુરોપમાં ઘણા દેશો છે જે ધર્મનિરપેક્ષ કાયદાનું પાલન કરે છે અને ઇસ્લામિક દેશો શરિયા કાયદાનું પાલન કરે છે