મજબૂત આર.ટી.આઈ કઈ રીતે કરશો?

RTI કરતી વખતે ધ્યાનમાં રાખવા જેવી બાબતો

મજબૂત આર.ટી.આઈ કઈ રીતે કરશો?

મિત્રો આર.ટી.આઈની અરજી કરો ત્યારે નીચેના મુદ્દાઓ ની માહિતી ખાસ માગજો. જેથી કોઈ વિવાદ, અપિલ કે ફરિયાદને અવકાશ  મળે.

માહિતીના મુદ્દા

  1. આપની કચેરીના સેવા સંસ્થા મંડળના હાલમાં કાર્યરત ફરજનિષ્ઠ માહિતી અધિકારી અને મદદનીશ માહિતી અધિકારીનું નામ સરનામું અને કચેરી નો ફોનનંબરની માહીતી આપશો.
  2. અમારી  માહિતીની અરજીના તમામ મુદ્દાથી અમોએ માંગેલી માહિતી વર્ષોવર્ષા રેકર્ડ સાચવવાની પ્રણાલી તથા અને એની શ્રેણી મુજબ જે પણ જાહેર સેવકની જવાબદારી હોય, નિભાવવાની, સાચવવાની,રખેવાળી કરવાની જેમની પણ જવાબદારી હોય  જવાબદારી સંભાળતા જાહેરસેવકના નામ ની માહીતી આપશો.
  3. અમારી માગેલી માહિતી મુદ્દાસર, આરટીઆઇ એકટ સૂચિત નિયત નમૂના પત્રમાં આપવા વિનંતી.
  4. અમારી  માહિતીની અરજી ના તમામ મુદ્દાના માહિતીના જે પણ કાગળો તૈયાર થાય  તમામ કાગળની સંખ્યાની માહિતી મુદ્દાસર જણાવશો.
  5. અમારી  અરજીનો નોંધ નંબર, નોંધ તારીખ લખી જણાવશો.
  6. અમોએ માંગેલી માહિતી જો અન્ય જાહેર સેવા સત્તા મંડળના કાર્યક્ષેત્રની હોઈ તો નિયત નમૂના પત્રમાં દિન પંચની અંદર અરજી તબદિલ કરી  તબદિલ પત્રની માહિતી અમોને દિન પાંચની અંદર મોકલી આપશો.
  7. જો અમોએ માગેલી માહિતી આપના જાહેર સેવા સત્તા મંડળમાંથી ગુમ થઈ ગઈ હોય, ઉપલબ્ધ  હોય તો જે અધિકારી જન સેવકના કાર્ય સમય દરમ્યાન ગૂમ થઈ ગઈ હોય, નાશ કરવામાં આવી હોય  અઘિકારી જન સેવકના નામ, સમયની માહીતી આપશો. અને માહિતી નાશ નિકાલ કરવામાં આવેલ  સમયના રોજકામ પત્રની પ્રમાણીત નકલથી માહિતી આપશો.
  8. જો અમોએ માગેલી માહિતી કોઈ ત્રાહિત પક્ષકારની અંગત માહિતી હોય તો નિયમ મુજબ એમનાં વિરોધ, સંમતિ , વાંધા લેખીત મંગાવી  પત્રની માહિતી  તાર્કીક કારણો, પૂરાવા સાથે આપશો.
  9. આપના ઉપરી પ્રથમ અપિલ અઘિકારીના નામ, ઇમેઇલ, સરનામાંની માહિતી આપશો.
  10. રાજ્ય માહિતી આયોગ કમિશનર ના સરનામાં,ઇમેઇલ, ફોન નંબરની માહિતી આપશો.
  11. આપ આપના જાહેર સેવા સત્તા મંડળના આરટીઆઇ સેલના એકાઉન્ટ નંબર નામની માહીતી આપશો.
  12. આપની કચેરીમાં માહિતીના દસ્તાવેજના ચાર્જ રકમ જમા કરાવવા કરેલાં આયોજન,વ્યવસ્થાની માહિતી આપશો.
  13. અમો કોઈ કાયદાનાં વિદ્યાર્થી નથી માટે માત્ર આરટીઆઇ એકટની જુદી જુદી કલમના નંબર લખવાને સ્થાને સ્પષ્ટરીતે તાર્કિક કારણ અને આરટીઆઇ એકટની કલમની સ્પષ્ટ જાણકારી માહિતી આપશો.
  14. જો કોઈ અદાલત, માહિતી આયોગ દ્વારા અમોએ માગેલી જે માહિતી  અરજીના અન્ય મુદ્દામાં લખી માહિતી માગી છે  બાબતે માહિતી જાહેર કરવા બાબત પ્રતિબંધ લગાવ્યો હોય તો  આદેશ, ચુકાદા, ઠરાવ,જાહેરનામાના પત્રોની પ્રમાણીત નક્લોથી માહિતી આપશો.
  15. અમારી  અરજીની માહિતી ત્રીસ દિવસની અંદર આપવાનો સામાન્ય નિયમ છે,  સમય મર્યાદા જે તારીખે પૂર્ણ થતી હોય  તારીખની માહિતી આપશો.
  16.  
  17.  
  18.  
  19.  
  • મુદ્દા 15 પછી આપ ક્રમશઃ નંબર લખી માહિતી માટે અરજી કરો.
  • જે પણ પ્રત્યુત્તર આવે  ટપાલના કવર સાચવી રાખવા.
  • ટપાલ સ્વીકાર કરો ત્યારે ટપાલી ભાઈ બહેનના રજીસ્ટરમાં ટપાલ મળ્યાંનો સમય અને તારીખ નોંધ અવશ્ય કરજો.
  • આશા છે આટલી સાવધાની રાખવાથી આપનો, માહિતી અધિકારીનો અને અપિલ અધિકારીનો અમૂલ્ય સમય, શક્તિ અને જાહેર સંપદાનું રક્ષણ થાશે.
  • ઉપરોક્ત મુદ્દાની માહિતી પ્રમાણીત કરીને કરાવીને આપવાં વિનંતિ છે તેમજ  અરજી માહિતીનાં દસ્તાવેજની ફોટોગ્રાફી, વિડિયોગ્રાફી કરવાં કે રૂબરુ રેકર્ડ નિરીક્ષણ જાત તપાસ કરવા માટેની નથી  અવશ્ય લખજો.
  • મિત્રો અમોએ મુદ્દા 1 થી 15 જે ક્રમમાં લખ્યા છે ત્યારબાદ આપ નવા ક્રમશ ક્રમ નંબર લખી બાકી આપ જે માહિતી મેળવવા માંગતા હોય  લખી મોકલજો.
  • માહિતીની અરજી ટપાલ યા રૂબરુ આપી શકાય છે.
  • ખાનગી કુરિયર સર્વિસનો ઊપયોગ કરવો નહીં.
  • સરકારી તંત્ર,વ્યવસ્થાનો ઊપયોગ કરો અને સરકારી એકમોનું રક્ષણ કરો.

સરકાર આપણી છે એનું જતન, પાલન, પોષણ, સદઊપયોગ કરવો  આપણી પ્રાથમિક ફરજ છે. આરટીઆઇ અરજી કરો તો  14 મુદ્દા બાદ આપ જે માગુવું હોય  લખી માગજો. કોઈ માહિતી અધિકારીની મજાલ નથી કે અરજીનો ઇનકાર કરશે.